મહેસાણા UGVCLના કોન્ટ્રાક્ટરો દ્રારા પડતર પ્રશ્નોને સંદર્ભે રજૂઆત

મહેસાણા… રાજેશ યોગી દ્વારા..
કેટલાક ઘણા સમયથી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્રારા વિવિધ કામોના કોન્ટ્રાક્ટ તો આપવામાં આવે છે.પણ કામ પૂર્ણ થયા બાદ પણ તેના બીલો ચૂકવવામાં આવતા નથી…
વિવિધ માંગણીઓ સાથે ઉત્તર ગુજરાત વીજ કંપનીના પાલનપુર, સાબરમતી અને હિંમતનગર, મહેસાણા સર્કલના મળીને કુલ ૬૨ જેટલા કોન્ટ્રાક્ટર મળીને મહેસાણા ખાતેની ઉત્તર ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસે પડતર પ્રશ્નોને લઈને ૭ મુદ્દા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું…
કોન્ટ્રાક્ટરોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત વીજ કંપની દ્રારા કેટલાક સમયથી તેઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે..કામના બીલો, વાઉચરો પાસ કરવામાં વિલંબ કરવો, મટીરીયલ્સની ગુણવત્તા બાબતે , ચેન્ડરના ભાવમાં વધારો કરવામાં વિલંબ જેવાપડતર પ્રશ્નોને લઈને લેખિતમા અરજી આપી છે. જા દીન ૭ માં આ પ્રશ્નોનું નિરાકારણ નહી લાવવામાં આવે તો ઉત્તર ગુજરાત વીજ કંપનીના તમામ કામો બંધ કરી ક્રાન્તીકારી માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી કોન્ટ્રાક્ટરો દ્રારા આપવામાં આવી છે.
એક બાજુ ચોમાસાની સીજન ચાલી રહી છે. ઠેર ઠેર વીજ આકસ્માતો બની રહ્યાં છે તથા બનવાની સંભાવના રહેલી છે ત્યારે જા કોન્ટ્રાક્ટરો દ્રારા કામગીરી બંધ કરવામાં આવે તો તેની હાલાકી થોડાક અંશે પ્રજાને પણ ભોગવવી પડી શકે છે..