અમરેલી અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા

.. અમરેલી જીલ્લાના વડિયા પાસેના અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇફકોના વાઇસ ચેરમેન અને ખેડૂત નેતા દિલીપ સંઘાણીની અદયક્ષ સ્થાને યોજાયેલ જેમાં મંડળીના સભા સદો સહિત ખેડુતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે ત્યારે હાલ વડિયા તાલુકા અનિડા સુર્ય સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી જેમાં તમામ સભાસદોને મંડળી ની કામગીરી બાબતે જાણ કરવામાં આવેલ આ તકે સાધારણ સભામાં ખાસ ઉપસ્થિત રહેલ ઇફકો ના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણી એ કિસાન ક્રેડિટ કાર્ડ ના ફાયદા અને સાંસદ નારણભાઈ કાછડીયાએ ભારત સરકારે કલમ 370 હટાવતા મોદી સરકારને અભિનંદન આપેલ છે ત્યારે આ સાધારણ સભામાં પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઊંધાડે ગુજરાત સરકારની વિવિધ યોજના થી ખેડૂતોને થતા લાભ બાબતે જાણકારી આપેલ આ સાધારણ સભામાં ખાસ ઉપસ્થિત રહેલ એવા બગસરા માર્કેટીંગ યાર્ડ ચેરમેન કાંતીભાઈ સતાસીયા વાઇસ ચેરમેન વિકાસભાઇ મોદી અનિડા મંડળીના પ્રમુખ ઉપ.પ્રમુખન તેમજ મંત્રી અને સભ્યોએ સહિત ગામ સરપંચ તેમજ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ …
દિલીપભાઈ સંઘાણ ચેરમેન
રિપોર્ટર રસિક વેગડા
મોટીકુકાવાવ