NSUI દાંતા તરફથી અંબાજી કોલેજને અલ્ટીમેટમ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકની અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કુલરના પાણી માં જેરી પદાર્થ મળી આવ્યો હતો જેને લઇને એન.એસ.યુ.આઈ તરફથી તારીખ 10 ઓગસ્ટના રોજ અંબાજી મંદિર ખાતે અધિકારીગણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કસૂરવારો સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા પરંતુ ૭ દિવસ ઉપર સમય વીતવા છતાં કોઈજ પગલા ન લેવાતા આજે ફરીથી એનએસયુઆઇ દ્વારા અંબાજી મંદિર ને જાણ કરવામાં આવી હતી.
આજે મોકલેલા પત્રમાં એનએસયુઆઇ ના દાંતા તાલુકા પ્રમુખ ભવાની સિંહરાઠોડ તરફથી કડક શબ્દોમાં અંબાજી મંદિર ટ્રસ્ટને ચેતવણી આપવામાં આવી છે તારીખ 20 ઓગસ્ટના રોજ એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીના હિતને અનુલક્ષીને અંબાજી મંદિરની કોલેજને તાળાબંધી કરીશું સાથે પ્રદર્શન પણ કરીશું, ફોટોમાં વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રદર્શન દરમિયાન સ્ટુડન્ટ યુનિયન ને કોઈપણ જાતની હાનિ પહોંચે તો તેની જવાબદારી તમારી રહેશે.