રાજકોટ માર્કેટિંગ યાર્ડ છ દિવસ અને શાક માર્કેટ ૪ દિવસ બંધ રહેશે

રાજકોટ,
રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેતા ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માર્કેટ યાર્ડ ૬ દિવસ અને શાક માર્કેટ ૪ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં માગ વધુ હોવાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે હવે યાર્ડ બંધ રહેતા રાજકોટવાસીઓને લીલા શાકભાજી નહી મળે અને ક્્યાંક મળશે તો પણ માગ વધુ હોવાના કારણે ડબલ મોંધા ભાવે મળશે. તહેવારની સીઝન હોવાના કારણે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
૨૨ થી ૨૭ ઓગસ્ટ સુધી ૬ દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાકે શાક માર્કેટ ૪ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. રાજકોટમાં તહેવારોના સમયે માર્કેટમાં મંદી જાવા મળી રહી છે. ત્યારે તહેવાર સમયે મંદી જાવા મળતા ઔદ્યોગિક એકમોએ મોટો નિર્ણય લીધો છે. સાતમ-આઠમના તહેવારમાં ય્ૈંડ્ઢઝ્રના ઔદ્યોગિક એકમો ૮ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એટલે કે, બુધવારથી બુધવાર સુધી ૮ દિવસ ઔદ્યોગિક એકમો બંધ રખાશે.