આઈજા સંસ્થા દ્વારા આલીપોર જૈન તીર્થંમાં પત્રકાર સંમેલન

આઈજા સંસ્થા દ્વારા આલીપોર જૈન તીર્થંમાં પત્રકાર સંમેલન
Spread the love
કોમી એખલાસનું અદભુત પ્રતીક એટલે આલીપોર જૈન તીર્થ : હાર્દિક હુંડિયા

ઓલ ઇન્ડિયા જૈન જનાઁલિસ્ટ એસોસિયન આઈજા દ્વારા આલીપોર જૈન તીથઁ મા સમાજ મા આગવી સેવા આપતા જૈન તેમજ અજૈન  અગ્રણીઓનું સન્માન કરાયું આજ રોજ આલીપોર મુકામે ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિયન ની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભુ પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરી બપોરે બહુમાન સમારંભ રાખવામાં આવેલ જેમાં આલીપોર તીર્થના સરપંચ ઉપસરપંચ તેમજ મુસ્લિમ આગેવાનો હાજર રહેલ આઈજાના પ્રમુખશ્રી હાર્દિકભાઈ હુંડિયા એ આ કાર્યક્રમમાં જણાવ્યું કે આજે આલીપોર તીર્થ કોમી એકતા ની ઉત્તમ મિશાલ છે અહીં સમગ્ર ગામમાં મુસ્લિમોની બહુમતી વચ્ચે શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાનું ભવ્ય દેરાસર આવેલું છે.

વર્ષોથી આ દેરાસરમાં જૈનો શાંતિપૂર્વક પ્રભુભક્તિ કરી રહ્યા છે આજના કાર્યક્રમમાં મુસ્લિમ આગેવાન શ્રી સલીમ ભાઈ એ જણાવ્યું કે અહીં 1992 માં કોમી તોફાન વચ્ચે મુસ્લિમોએ જ દેરાસરની રખેવાળી કરેલ અને આ વાત કરતા તેમના ગળે ડૂમો બાઝી ગયો ભાવવિભોર થઈ ગયા આઈ જા દ્વારા તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ચીખલીના મહાવીર શ્રીશ્રીમાલ દ્વારા કરવામાં આવ્યું મુસ્લિમોની બહુમતી હોવા છતાં આલીપોર ગામ માં હિન્દુ સરપંચ અને મુસ્લિમ ઉપસરપંચ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે

Admin

Admin

9909969099
Right Click Disabled!