મેધરજ મોડેલ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ફોક ડાન્સ અને રોલ- પ્લે યોજાયો

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લાના મેધરજ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર અને જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોડાસાના સંયુકત ઉપક્રમે.મેધરજ મોડેલ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ફોક ડાન્સ અને રોલ-પ્લે જિલ્લાની સરકારી માધ્યમિક શાળા, મોડેલ સ્કુલ અને કે.જી.બી.વી. શાળાઓએ મોડેલ સ્કુલ મેઘરજ સ્કુલ. જેસીગપુર, માલપુર મોડેલ સ્કુલ મેઘરજ અને સરકારી માધ્યમિક શાળા ઢીંમડા રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેના રોલ પ્લે અને લોકનૃત્યમાં મોડેલ સ્કુલ, મેઘરજ શાળાએ બન્ને સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી શાળાનુ નામ રોશન કર્યું હતુ. જેમાં તમામ શાળા વતી તથા આચાર્ય ડી. વી. નિનામાએ અભિનંદન પાઠવ્યા હતા.