કિંગસ્ટન ટેકનોલોજી દુનિયામાં ટોચની 10 સેમીકંડકટર ચિપ ખરીદદારમાં સ્થાન પામી

મેમરી પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી સોલ્યુશન્સમાં વૈશ્વિક આગેવાન કિંગસ્ટન ટેકનોલોજી કંપની, ઈન્ક. દ્વારા ગાર્ટનર ઈન્ક. દ્વારા નિર્ધારિત મુજબ વૈશ્વિક સ્તરે સેમીકંડકટર ચિપ ખરીદદારોની ટોપ 10 યાદીમાં તેને સ્થાન મળ્યું હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી. ગાર્ટનરે પીસી, ડેટા સેન્ટર, સ્માર્ટ ફોન,આઈઓટી (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) અને અન્ય એપ્લિકેસન્સ સહિત ઘણી બધી ક્ષિતિજોમાં વપરાતી કુલ ચિપને દોતાં કુલ ફાળવણીની બજારનું અધ્યયન કરવામાં આવ્યું હતું. કિંગસ્ટનને 2018 માટે અંદાજે 7.84 અબજ ડોલર (યુએસડી) ખર્ચ કરવા માટે નંબર 8 ક્રમ મળ્યો છે.
કિંગસ્ટન 2007માં ગાર્ટનરે તેનું ડિઝાઈન ટોટલ એલોકેટેડ માર્કેટ (ટીએએમ) સંશોધન શરૂ કર્યું ત્યારથી પહેલી વાર ટોપ 10માં પહોંચી છે. પાર્ટમાં આ વૃદ્ધિ થવાનું કારણ કિંગસ્ટન સ્માર્ટ ડિવાઈસીસનું ઉત્પાદન કરતી ઘણી બધી ઓઈએમ અને ઓડીએમ માટે ટોપ મેમરી ઉત્પાદક છે અને કિંગસ્ટને આ બજારના સેગમેન્ટ્સમાં મૂલ્ય અને સેવા આપવાનું ચાલુ રાખ્યું છે. 2018માં કિંગસ્ટને ડીઆરએએમ, એસએસડી અને એમ્બેડેડ સોલ્યુશન્સ સહિત બધી પ્રોડક્ટ રેખામાં લગભગ 14 ટ્રિલિયન મેગાબાઈટ્સ મેમરી નિર્માણ કરી છે, જે વ્યાપક પ્રમાણ ઉદ્યોગમાં તેની શક્તિ, સ્થાન અને મહત્ત્વ પર ભાર આપે છે.
સર્વર અને સિસ્ટમ મેમરી કિંગસ્ટનની સફળતાનો પાયો છે ત્યારે છેલ્લાં 15 વર્ષમાં અમારી શક્તિ ઉદ્યોગનાં પરિવર્તનને પહોંચી વળવા અને સતત ઉત્ક્રાંતિ પામતી બજારની જરૂરતોને અપનાવવા માટે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને ડાઈવર્સિફાઈ કરવામાં રહી છે, એમ કિંગસ્ટનના માર્કેટિંગના ડાયરેક્ટર ક્રેગ તિલમોન્ટે જણાવ્યું હતું.એમ ચેનલમાં એસએસડીના ટોચના પુરવઠાકારમાંથી એક છીએ અને મેડિકલ ડિવઈસીસ, ડાયગ્નોસ્ટિક ઈક્વિપમેન્ટ અને ઈન-ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ્સ સહિત વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશન્સમાં લગભગ એક દાયકાથી એમ્બેડેડ મેમરી સોલ્યુશન્સનો પુરવઠો કરીએ છીએ. કિંગસ્ટન મેમરી સોલ્યુશન્સ ફિટનેસ ટ્રેકર્સ, સ્માર્ચ વોચીસ,રોબોટિક વેક્યુમ્સ અને સિક્યુરિટી વિડિયો ડોરબેલ્સ જેવી કન્ઝયુમર પ્રોડક્ટો સહિત સર્વત્ર જોવા મળે છે.