પર્યાવરણ પ્રેમી શ્રી હરીસિંહ રાજને પ્રશસ્તિ પત્ર આપી મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા

પર્યાવરણ પ્રેમી શ્રી હરીસિંહ રાજને પ્રશસ્તિ પત્ર આપી મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા
Spread the love

ભિલાડથી ભુજ સુધીનો ૭૦૦ કિ.મી.નો પગપાળા પ્રવાસ કરીને શ્રી હરીસિંહ અર્જુનસિંહ રાજે વધુ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, દેશ બચાવો, દુનિયા બચાવો અભિયાન હેઠળ જાગૃત્તિનો સંદેશ ફેલાવ્યો

———-

વાત ભરૂચ તાલુકાના મોજે ગામ પારખેતના વતની અને આમોદ તાલુકાની દોરા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક્શ્રી હરીસિંહ અર્જુનસિંહ રાજની છે કે જેઓએ તા.૦૬/૧૧/૨૦૧૮ થી તા.૨૭/૧૧/૨૦૧૮ સુધી ભિલાડથી ભુજ સુધીનો ૭૦૦ કિ.મી.નો પગપાળા પ્રવાસ કરીને વધુ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, દેશ બચાવો, દુનિયા બચાવો અભિયાન હેઠળ આમ જનતાને જાગૃત્તિનો સંદેશ ફેલાવ્યો હતો. આ પગપાળા પ્રવાસ દરમિયાન શ્રી હરીસિંહ રાજનું અનેક શહેરોમાં અભિવાદન થયેલ. શ્રી રાજના ભગીરથ પ્રયાસ બદલ તેની સરાહનિય નોંધ લઈ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ ધ્વારા ૭૦ મા વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે હાંસોટ ખાતે પર્યાવરણ પ્રેમી શિક્ષકશ્રી હરીસિંહ રાજને રાજ્ય કક્ષાના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!