સુરતના ઇચ્છાપોરમાં જુગારધામ ઝડપાયું : સંચાલત સહિત ૭ની ધરપકડ

સુરતના ઇચ્છાપોરમાં જુગારધામ ઝડપાયું : સંચાલત સહિત ૭ની ધરપકડ
Spread the love

સુરત,

ઈચ્છાપોર વિસ્તારમાં ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો માર્યો હતો. જેમાં સંચાલક સહિત સાત જેટલાની ધરપકડ કરવામાં આવી છે. ફ્લેટમાં જુગારધામ ચાલતું હોવાની ફરિયાદ બાદ પોલીસે રેડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ઈચ્છાપોર વિસ્તારના મોરા ગામમાં આવેલી સ્ટાર રેસીડેન્સીના ત્રીજા માળના ફ્લેટમાં રહેતો વિજય દલસિંગભાઈ ચૌધરી જુગારધામ ચલાવતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. જેથી પોલીસે છાપો માર્યો હતો. અને વિજય સહિત સાતને ઝડપી પાડ્યા હતા.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિજય ફ્લેટમાં જુગાર રમવા માટે બહારથી લોકોને બોલાવતો હતો. અને રૂપિયા લઈ જુગાર રમવાના સાધનો પુરા પાડતો હતો. પોલીસે સાતની ધરપકડ કરી કુલ ૪૭૪૩૦ના મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ પોલીસ કરી રહી છે.
શ્રાવણમાસ શરૂ થતાની સાથે જ જુગારીયો સક્રિય થઈ જાય છે. રોજ બરોજ જુગાર રમતા ઈસમો પકડાય છે. દરમિયાન સરથાણામાં જાહેરમાં જુગાર રમતા પોલીસે સાતની ધરપકડ કરી હતી. અને ૨૬૫૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મહિધરપુરા વિસ્તારમાં કમલા કુંઈ શેરી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી પાડ્યા હતા. અને ૩૫૯૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!