મહેસાણામાં બેકાબૂ કારે બે રીક્ષા અને એક મહિલાને અડફેટમાં લીધી

મહેસાણા,
મહેસાણાના કસ્બા વિસ્તારમાં કારચાલકે બેફામ કાર ચલાવી બે રીક્ષા અને મહિલાને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચી હતી. ઘટના પછી લોકોએ કારચાલકને બહાર કાઢી ઢોર માર માર્યો હતો. પોલીસે કારચાલકને માર મારતો બચાવી સારવાર અર્થે હોÂસ્પટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા કસ્બા વિસ્તારમાં મહારાષ્ટ્ર પાસિંગની કારના ચાલકે રસ્તા પર બેફામ કાર હંકારી બે રીક્ષાને ટક્કર મારી હતી.
આ અકસ્માત કરી તે ગોપી નાળા તરફથી પસાર થઈ હતી. અહીં પણ આ કાર ચાલકે એક મહિલાને રસ્તો ઓળંગતા અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી ભાગવાની કોશિશ કરી હતી. તે દરમિયાન ગરનાળા બહાર લોકોના ટોળાએ બેફામ કારચાલકને કારમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો. તેમજ ગાડીના કાચ તોડી ટોળાએ રોષ ઠાલવ્યો હતો. ઘટનાને પગલે ગરનાળામાં ભારે ટ્રાફીક સર્જાયો હતો. પોલીસે આવી અને ટોળાના મારથી તેને બચાવ્યો હતો. પોલીસે ઘાયલ કારચાલકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.