૩૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા જ્યારે ૫૧ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા જળસંગ્રહ

૩૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા જ્યારે ૫૧ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા જળસંગ્રહ
Spread the love

ગાંધીનગર,

રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે. જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૮૯.૩૦ ટકા જેટલો થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહશÂક્તના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યભરમાંથી આજ તારીખઃ ૨૩/૦૮/૨૦૧૯ સુધીમાં ૮૯.૩૦ ટકા સરેરાશ વરસાદ થયો છે. એમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૪.૯૫ ટકા જેટલો અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૬૭.૩૩ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૧૦૨.૬૯ ટકા, સૌરાષ્ટÙમાં ૭૮.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૪.૬૧ ટકા જેટલો સરેરાશ વરસ્યો છે.

રાજ્યમાં થયેલ સાવર્ત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે આજ તારીખે ૪૪.૨૧ ટકા જેટલો હતો. ઉત્તર ગુજરાતની ૧૫ યોજનામાં ૩૧.૧૨ ટકા, મધ્ય ગુજરાતની ૧૩ યોજનામાં ૯૩.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતની ૧૩ યોજનાઓમાં ૭૯.૨૧ ટકા, કચ્છની ૨૦ યોજનામાં ૬૧.૩૮ ટકા અને સૌરાષ્ટÙની ૧૩૯ યોજનાઓમાં ૫૩.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના ૨૦૪ જળાશયો પેકી ૩૪ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે. ૫૧ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૧૯ જળાશયો ૫૦થી

૭૦ ટકા વચ્ચે, ૪૨ જળાશયો ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૫૮ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમમાં ૮૨.૬૧ ટકા જેટલો જળસંગ્રહ છે. જેમાં ૧,૦૬,૮૪૯ ક્્યુસેક પાણીની આવક છે અને ૮૩,૭૨૬ ક્્યુસેક જાવક છે. કડાણા ડેમમાં ૯૩.૩૪ ટકા જળસંગ્રહ છે અને ૨૫,૫૯૪ કયુસેકની આવક અને ૨૪,૫૫૦ ક્્યુસેક પાણીની જાવક છે. વણાકબોરી ડેમમાં ૧૦૦ ટકા જળસંગ્રહ છે અને ૨૦,૦૯૫ ક્્યુસેક આવક અને ૧૭,૪૪૫ ક્્યુસેક જાવક છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!