અંબાજી પાસે આંબાઘાટા પર બસ પલટી, 1નું મોત, 45 ઘાયલ

અંબાજી હાઇવે પાસે આંબાઘાટ પર એક બસ પલટી ખાઇ જતા એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે 45 લોકો ઘાયલ થયા હતા.આ બસમાં સિનિયર સિટિઝન હતા.
મહેસાણાના રામોસણા ગામ નજીકની સોસાયટી મંડળો દ્વારા સિનિયર સીટિઝનના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું.બસમાં 65 સિનિયર સિટિઝન સવાર હતા. આ બસ અંબાજીથી પરત ફરતી હતી ત્યારે આંબાઘાટા પાસે બસ વળાંક લેતી વખતે પલટી ખાઇ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે 20 ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે 25 સિનિયર સિટિઝનને સામાન્ય ઇજા થઇ હતી. ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્યને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.