મેઘરજ તાલુકાની રાજગોળ પ્રા.શાળા નં.2માં તિથિ ભોજન

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની ની રાજગોળ પ્રાથમિક શાળા નં 2માં જયા આજે પણ જવા રસ્તો નથી સરકારમાં અનેક રજૂઆતો છતાં જોબ નંબર ફાળવવા ખો એવી શાળા માં પવિત્ર શ્રાવણ માસમાં ડામોર લક્ષમણ ભાઈ ના તરફથી બાળકો ને તિથિભોજન આપવામાં આવ્યું. શાળા સ્ટાફે આપેલા તિથિભોજનથી શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.બાળકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો.