ભાવનગર શહેર ની શિશુ વિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.૨૮/૮ ને બુધવારે ભાલ વિસ્તાર ના ગણેશગઢ ગામ ની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તાપસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તાપસ કરવામાં આવેલ. જેમા ૬૩ દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનો ને આરોગ્ય તાપસ કરીને ૭૦ દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં ૩૮ બાળકો ને હીમોગ્લોબિન તાપસી ને ૮ બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં શ્રી કલ્પેશ ભાઈ,સરપંચ શ્રી ટીનુ ભાઈ,શાળા નાં આચાર્ય શ્રી વિપુલભાઈ શ્રી લાલાભાઈ,ડૉ.શ્રી જશુબહેન જાની,શ્રી હિરેન ભાઈ જાંજલ,શ્રી મીના બહેન મકવાણા, શ્રી પ્રીતિ બહેન ભટ્ટ, શ્રી રેખા બહેન ભટ્ટ તથા શ્રી રાજુ ભાઈ મકવાણા એ સેવા આપેલ.