૭૦ માં વનમહોત્સવની એમીટી ઇન્ટંરનેશનલ સ્કુલ, લુવારા ખાતે ઉત્સાહભેર ઉજવણી

૭૦ માં વનમહોત્સવની એમીટી ઇન્ટંરનેશનલ સ્કુલ, લુવારા ખાતે ઉત્સાહભેર ઉજવણી
Spread the love

ભરૂચ,
સરકારશ્રી દ્વારા વાવે ગુજરાત અભિયાન અંતર્ગત ઘનિષ્ઠઇ વનીકરણ ઝૂંબેશ હેઠળ ગુજરાતની ધરતીને વૃક્ષ વાવી હરિયાળી, રમણીય, લીલીછમ બનાવવા માટે ભરૂચ તાલુકાકક્ષાના ૭૦ મા વન મહોત્સનવની ઉજવણી એમીટી ઇન્ટીરનેશનલ સ્કુયલ, લુવારા ખાતે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નરેન્દ્રનભાઇ કે.પટેલના અધ્યટક્ષપણા હેઠળ યોજાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યાશ્રીમતિ શૈલાબેન પટેલ, નાયબ વનસંરક્ષકશ્રી આર.બી.પટેલ, સામાજિક ન્યાલય સમિતિના અધ્યલક્ષશ્રી જીગનેશભાઇ ગોહિલ, એમીટી ઇન્ટરરનેશનલ સ્કુરલના ડાયરેકટરશ્રી ઉત્પેલભાઇ શાહ, મામલતદારશ્રી પી.ડી.પટેલ, રેન્જમ ફોરેસ્ટ ર ઓફિસરશ્રી એ.એલ.પટેલ, લુવારા ગામના સરપંચશ્રી સિરાજ પટેલ ઉપસ્થિ ત રહ્યા હતા.

કાર્યક્રમનું દિપપ્રગટાવી ઉદઘાટન ર્ક્યાે બાદ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નરેન્દ્ર ભાઇ કે.પટેલે જણાવ્યું હતું કે ગ્લોાબલવોર્મિંગ અને પ્રદુષણના ઉપાય તરીકે વૃક્ષોની અગત્યચતા સમજાવી દરેક વ્ય‍ક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન-માવજત અને સિંચન કરવા સંકલ્પ બધ્ધય બનવા અપીલ કરી હતી.

નાયબ વન સંરક્ષકશ્રી આર.બી.પટેલે પર્યાવરણની જાળવણી, ગ્લોવબલ વોર્મિંગ, કલાઇમેન્ટ ચેન્જન માટે એક માત્ર ઉપાય વૃક્ષારોપણ છે. તેમણે વન વિભાગ ધ્વાળરા થઇ રહેલા પ્રયાસોની વિગતવાર માહિતી આપી હતી. વૃક્ષોનું બેલેન્સી સાચવવા સામાજીક વનીકરણનો લાભ લેવા, ભાવિ પેઢી માટે વૃક્ષારોપણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્યરશ્રીમતિ શૈલાબેન પટેલે વૃક્ષો વાવવાની જરૂરીઆત પર ભાર મૂકી તેનું માવજત કરવાની હિમાયત કરી હતી
રેન્જ ફોરેસ્ટક ઓફિસરશ્રી એ.એલ.પટેલ પ્રાસંગિક ઉદબોધનમાં વન વિભાગની વિવિધ કામગીરીથી સૌને માહિતગાર કર્યા હતા. પ્રારંભમાં એમીટી ઇન્ટનરનેશનલ સ્કુિલના આચાર્યશ્રી શાલિન બેન ધ્વાારા વન વિભાગના ધ્વાતરા યોજાતા વૃક્ષારોપણના કાર્યક્રમને બિરદાવી ઉપસ્થિલત સૌનું સ્વાઆગત કર્યું હતું. એમિટી ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીનીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.

આ પ્રસંગે રોટરી અને જાયન્ટસ ગૃપના હોદ્દેદારો, વન વિભાગના અધિકારીગણ, તાલુકાના અધિકારીગણ, પદાધિકારીગણ, મહાનુભાવો, એમિટી ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, ગ્રામજનો મોટી સંખ્યાપમાં ઉપસ્થિ,ત રહ્યા હતા. રેન્જલફોરેસ્ટક ઓફિસરશ્રી આભાર દર્શન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકારશ્રી જગદીશભાઈ પરમારે કર્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નરેન્દ્રદભાઇ કે. પટેલ તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વન મહોત્સકવને સાર્થક બનાવ્યોુ હતો આ ઉપરાંત મહાનુભાવોના હસ્તેન ઉન્નત ચુલાનું વિવિધ લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!