વડિયા તાલુકાના ખાખરીયા ગમે સરસ્વતી સન્માન સમારોહ

અમરેલી જિલ્લા ના વડિયા તાલુકા ના ખાખરીયા ગામે બોરીસાગર પરિવાર ના સુરપુરા સવાઆપના મંદિરે આવેલ શ્રી સવાઆપ એજ્યુકેશન ટ્રસ્ટ ખાખરીયા દ્વારા દર વર્ષ ની માફક ભાદરવી અમાસ ને 30/8/2019 ને શુક્રવાર ના રોજ પાંચમો સરસ્વતી સન્માન સમારોહ તેમજ વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન સમારોહ 30/8/2019 ના ઉજવ્યો હતો. જેમાં સવારે 9:00 કલાકે દિપ પ્રાગટ્ય કરી બોરીસાગર પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરી શિલ્ડ ચોપડા બૅગ પ્રમાણપત્ર તેમજ અન્ય ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં બાદ ભજન પ્રસાદ લઈ ગોઠી ભાઈઓ છુટા પડયા હતા. આ સમગ્ર કાર્યક્રમ ની મહેનત શ્રી સરસ્વતી સન્માન કમિટિએ ઉઠાવ્યા હતી.
અમરેલી જિલ્લાનું વડિયા તાલુકાનું ખાખરીયા ગામ બોરીસાગર કુટુંબ ના સુરાપુરા દાદા શ્રી સવા બાપા ના મંદિર ની એજ્યુકેશન ટ્રસ્ટ શ્રી સરસ્વતી કેળવણી મંડળ તરફથી બાળકોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરેલું હતું. ધોરણ એક થી 12 સાયન્સ સુધીના વિદ્યાર્થીઓને સારી ટકાવારી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યું હતું. ગામ ખાખરીયા બોરીસાગર કુટુંબ ના સુરાપુરા દાદા શ્રીસવા આપા મંદિરે બાળકોને ઇનામ યોજના વિતરણ કર્યું હતું.
વડીયા તાલુકાનું ખાખરીયા ગામ બોરીસાગર ના સુરાપુરા દાદા શ્રી સવા બાપા નું મંદિર આશરે 300 વર્ષ જુનું મંદિર શ્રી સવા બાપા મંદિરે સેવકો અઢાર વર્ણ શ્રી શ્રી સવા બાપા ભાઈઓ તથા બહેનો દાદા ની માનતા ત્યાં બધાએ સેવકો આવે છે સરધા રાખે છે શ્રી સવા આપા ભાઈઓ તથા બહેનો ની મનોકામના પૂરી કરે છે શ્રી સવા બાપા ના મંદિરે બધા ભાઈઓ એ તથા બહેનોએ બપોર નો પ્રસાદ લીધો હતો શ્રીસવા આપા દાદા આશીર્વાદ લઈને બધા ભાઈઓ તથા બહેનો છૂટા પડ્યા હતા.
રિપોર્ટ રસિક વેગડા
મોટીકુકાવાવ