કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત વિરમગામ અને શંખેશ્વરની મુલાકાતે

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી(સામાજીક ન્યાય અને સોશ્યલ જસ્ટીસ્ટ) થાવરચંદ ગેહલોતે વિરમગામ અને શંખેશ્વર ની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતનુ વિરમગામ રેલવે સ્ટેશન પર ભાજપના સાંસદ- ઘારાસભ્ય સહિત હોદ્દેદારો કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત એ શંખેશ્વર જતા પહેલા આરામગૃહ ખાતે ભાજપના સાંસદ-ઘારાસભ્ય-હોદ્દેદારો ને મળ્યાં હતાં. શંખેશ્વર ખાતે ઘાર્મિક કાર્યક્રમો પુર્ણ કરી સાંજે ટ્રેન મારફત મઘ્યપ્રદેશ જવા રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી શ્રી થાવરચંદ ગહેલોત, કેન્દ્રીય નેતા ભારતીય જનતા પાર્ટી પર્યુષણ ના પવિત્ર તહેવારે શંખેશ્વર જતા હોઈ રસ્તા માં વિરમગામ મુલાકાત આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, સાંસદ મહેન્દ્રભાઈ મુંજપુરા , પૂર્વ મંત્રી રમણલાલ વોરા , પુર્વધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, સંગઠન ના આગેવાનો , ચુંટાયેલા કોરપરેટર્સ, ડેલીગેટ્સ , આગેવાનો, કાર્યકર્તાઓ એ સ્વાગત કર્યું હતુ.