ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રીશ્રી પ્રહલાદસિંહ વડનગરની મુલાકાતે

મહેસાણા,
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના રાજ્ય મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો) પ્રહલાદસિંહપટેલે લીધી હતી. જે મુલાકાત દરમિયાન સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલ હાજર રહ્યા હતા.
સાંસ્કૃતિક મંત્રીશ્રી પ્રહલાદસિંહ પટેલે વડનગરમાં આર્કિયોલોજી સર્વે ઇન્ડિયા દ્વારા ચાલતી ઉતખન્નની સાઇટો સહિત પ્રવાસન સ્થળો કિર્તીતોરણ,તાના-રીરીસમાધિ,શર્મિષ્ઠા તળાવ,રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ દેશને ગૌરવ અપાવ્યું છે.વડનગર પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે.વડનગરના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો વિશ્વ વિખ્યાત બન્યા છે.
મંત્રીશ્રીએ ઉત્ખનન સહિત પ્રવાસન સ્થળોમાં ચાલતા કામોની માહિતી મેળવી હતી. જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે મંત્રીશ્રીને વડનગરમાં ચાલતા પ્રવાસન વિકાસના કામોથી અવગત કર્યા હતા. મંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રી શારદાબેન પટેલ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.