હિંમતનગરમાં વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીનીવાજતેગાજતે શોભાયાત્રા

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
શ્રી ગણેશ યુવક મંડળ, વિનાયકનગર આયોજિત 23 મા ગણપતિ મહોત્સવમાં ગણપતી દાદાનું આગમન ડીજેના તાલે નાચતા ગાતા અને બાઈક રેલી યોજીને વાજતે-ગાજતે કરવામાં આવ્યું હતું. તે પછી સ્થાપના અગાઉ મંડળને જેમણે જીવનદાન આપ્યું છે એવા દાતા શેઠ બાબુલાલ સોનાજી રાજપુરોહિતના નિવાસસ્થાનેથી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગણપતિ ચોક વિનાયકનગર ખાતે સ્થાપના કરતાં ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ ઉત્સવનું અયોજન મંડળના પ્રમુખ અમૃત રાજપુરોહિત તથા મંડળના કર્મઠ સભ્યો દ્વારા ઉમંગભેર કરવામાં આવ્યું હતું.