દાણીલીમડા પોલીસની દબંગગીરી સામે વૃધ્ધ દંપતીની ગાંધીગીરી રંગ લાવી

પોલીસ કંન્ટ્રોલરૂમ માં કેમ ફોન કર્યો,આટલી નાની સરખી વાત માં દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વસાવા એ આ જ વિસ્તારના વૃધ્ધ અને અપંગ જહીરૂદીન મકરાણી વિરુધ્ધ ખોટી ફરિયાદ નોંધી હતી.એટલું જ નહીં,તેમના પુત્ર ઇમરાન મકરાણી જયારે આ બાબતે પુછપરછ કરવા ગયા ત્યારે પોલીસે ઢોર મારમારી રૂ। 30 હજાર પડાવી લીધા હતા.
પોલીસની આ દબંગગીરી સામે 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરી વૃધ્ધ દંપતી જહીરૂદીન મકરાણી અને હુરબાનું મકરાણી એ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.9 દિવસના અંતે ખુદ પોલીસ કમિશનર એ.કે.સિંધે આ મામલે ગંભીર નોંધ લઈ વૃધ્ધ દંપતી ને કમિશનર કચેરી બોલાવ્યા હતાં,દાણીલીમડા ના ધારાસભ્ય શેલેષ પરમારે વૃધ્ધ દંપતી ને લીંબુ પાણી પીવડાવી પારણાં કરાવ્યાં હતા. પોલીસ કમિશનરે દાણીલીમડા પીએસઆઇ વસાવા વિરુધ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે,રાજ્યના માનવ અધિકાર પંચે પણ આ મામલે અહેવાલ માંગ્યો છે.