પોષણ માહ ઉજવણી અંતર્ગત કલેકટરના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

વલસાડ,
દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા તા. ૮ મી માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સપ્ટેમ્બર – ૨૦૧૮ માં જન આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. જે મુજબ પોષણ માહની ઉજવણી ૧લી સપ્ટેમ્બરથી કરવામાં આવી છે. આ પોષણ માહની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર સી.આર.ખરસાણની અધ્યીક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક મળી હતી.
આ બેઠકને સંબોધતા કલેક્ટલર સી.આર ખરસાણે પોષણ માહના મુખ્ય ઘટકો એવા બાળકના પ્રથમ ૧૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડસ વોશ અને સેનિટેશન તથા પૌષ્ટિાક આહાર અંગેની વિસ્તૃસત માહિતી જન જન સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવાની સાથે જન આંદોલન પ્રવૃત્તિઓ દરેક સ્તનરે કરવા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. આ જન આંદોલન ઘર ઘર સુધી પહોંચે તેવું આયોજન કરવા પણ જણાવ્યુંવ હતુ.
આ અવસરે પોષણ માહના શપથ પણ લેવામાં આવ્યાા હતા. પોગ્રામ ઓફિસર જયોત્સેનાબેને પોષણ માહ અંગેની કામગીરી અંગેનો ચિતાર રજુ કર્યો હતો. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.