મહુવા પંથકમાં સાંબેલાધાર વરસાદ

મહુવા,
સૌરાષ્ટ્રમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયો છે. દરમિયાન ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. મહુવા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ પડવાના કારણે ૧૦ ગામોનો સંપર્ક તૂટ્યો હોવાના અહેવાલ છે.
મહુવાના રણિવાડા, ખટસુરા, મોણપર સહિતના ગામોમાં વરસેલા ભારે વરસાદના કારણે ભાદ્રોડી નદીમાં પુર આવ્યું છે. આ પુરના પગલે ૧૦ ગામોનો સંપર્ક તૂટ્યો છે.
ભાદ્રોડી નદીના પાણી ફરી વળતાં વાઘનગર, નૈપ, સથરા, કોટડા સહિતના મહુવા તાલુકાના ૧૦ ગામોનો સંપર્ત તૂટ્યો છે.
દરમિયાન રાજ્યમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે હજુ પણ વરસાદ વરસવાની આગાહી છે. સૌરાષ્ટÙમાં ઠેરેઠેર સારો વરસાદ વરસ્યો છે જેના પગલે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.