મોહદ્દીષે આઝમ મિશન પ્રાંતિજ દ્વારા મહોરમ પર્વની ઉજવણી વૃદ્ધાશ્રમ ખાતે ફ્રુટ વિતરણ કરી મનાવી…

દુનિયાના અનેક દેશોમાં માનવ સમાજની સેવા કરવાના ઉમદા હેતુથી કાર્યરત સંસ્થા મોહદ્દીષે આઝમ મિશનની પ્રાંતિજ બ્રાન્ચ દ્વારા આજના મોહરમના પર્વ નિમિત્તે આ તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોહદ્દીષે આઝમ મિશન પ્રાંતિજ બ્રાન્ચના પ્રમુખ ખલિફ-એ-શૈખુલ ઈસ્લામ સૈયદ ઈકબાલબાપુ, સંસ્થાના ઉપ-પ્રમુખ દાણાવાલા અફઝલહુસેન, સંસ્થાના સેક્રેટરી કાગદી મોહમ્મદયુસુફ, સંસ્થાના ખજાનચી ખેરોલવાલા મોહમ્મદયુનુસ અને મોહદ્દીષે આઝમ મિશન નોર્થ ઝોન નિગરાન છાલોટીયા મોહમ્મદ રમીઝ અશરફી તેમજ મિશનના આગેવાનો દ્વારા આજના યૌમે આશુરા એટલે કે મોહરમ પર્વને અનોખી રીતે અને સાદગીથી ઉજવતા પ્રાંતિજ સરકારી હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ ખાતે દર્દીઓ અને વૃદ્ધોને કરબલાના શહીદોની યાદીમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.
મોહરમ પર્વ નિમિત્તે પ્રાંતિજ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ દર્દીઓ અને વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી ત્યાં પણ વૃદ્ધોમાં ફ્રુટનુ વિતરણ કરી અનોખો સેવાયજ્ઞ ઉજાગર કરાયો હતો. આ સેવાયજ્ઞ ને સફળ બનાવવા મિશનના કાર્યકરોએ સુંદર કામગીરી કરી હતી.