ઈડર ગઢ તળેટીમા મૃત હાલતમા દીપડો મળ્યો

ઈડર ગઢ તળેટીમા મૃત હાલતમા દીપડો મળ્યો
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા જિલ્લાના ઇડરગઢની તળેટીમા મહાકાળી મંદિરની બાજુમા આવેલ કુદરતી વહેતા ઝરણાના પાણીમા મૃત હાલતમા દીપડો જોવા મળતા ઇડર વન વિભાગ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી……

ઇડરગઢની તળેટીમા આવેલ મહાકાળી મંદિરની બાજુમા નીચે આવેલ ગિરિમાળાઓમા કુદરતી વહેતા ઝરણાનુ પાણી નિત્ય ક્રમ પ્રમાણે મંદિરના સેવા પૂજા કરતા પૂજારી ઝરણાનુ પાણી ભરવા જતા એકાએક તેમની નજર ઝરણાના પાણીમા મૃત હાલતમા દીપડો જોવા મળતા તેમણે ઇડર વન વિભાગને જાણ કરતા ઇડર વન વિભાગ અને મિશન ગ્રીન ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળના આજુબાજુ તપાસ હાથધરી મોતનુ કારણ જાણવા પ્રયાસ કર્યૉ હતો અમે ઘટનાની ગંભીરતાને જોતા ઉપરી અધિકારીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પંચનામુ કરી ઈડર સરકારી વેટેનરી ડોક્ટરને જાણ કરતા મૃત દીપડાનુ વનવિભાગના ઊચ્ચ અધિકારીની હાજરીમા વેટેનરી ડોકટર એ. એચ. આગલોડિયા અને ટીમ દ્વારા પી એમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરવામા આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!