ક્રાઇમ થ્રિલર ગુજરાતી ફિલ્મ રધુ સીએનજીનું ટ્રેલર લોન્ચ

ગુજરાતી ભાષામાં બનેલ ક્રાઇમ થ્રિલર રધુ સીએનજી નું ટ્રેલર 9 સપ્ટેમ્બરે અમદાવાદના કેમ્બે ગ્રાન્ડ માં લોન્ચ કરવામાં આવ્યું હતું.આ રહસ્ય અને રોમાંચ થી ભરપૂર ફિલ્મ છે, જેનું નિર્દેશન વિશાલ વડાવાલા અને વીથ્રિ પ્રોડક્શન માં જે.કે.થુમ્મર, હિરેન થુમ્મર અને તેજસ થુમ્મરે કર્યું છે.આ ફિલ્મ 18 મી ઓક્ટોબરે સિનેમાઘરો માં રજૂ થશે.
ટ્રેલર લોન્ચના આ ખાસ પ્રંસગે ફિલ્મના નિર્દેશક અને તમામ નિર્માતાઓ ઉપરાંત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કલાકારો-ઈથાન,જગજીતસિંહ વાઢેર,શારવરી જોશી અને ચેતન દૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ફિલ્મમાં કપિલ સહેટીયા પણ એક મહત્વ ના રોલમાં નજર આવશે.આ ફિલ્મના લેખક જય પરમાર અને સઁજય મરવાનીયા, ફિલ્મના એડિટર તેજસ તતારિયા જયારે યશ મયેકર ફિલ્મના સિનેમેટોગ્રાફર છે.
ફિલ્મ માં રધુના રોલમાં ઈથાન છે. ફિલ્મની વાર્તા એક એવા સનકી પ્રકારના માણસની છે જેનું નામ રધુ છે.ફિલ્મની પુરી વાર્તા રધુ અને ફિલ્મમાં તેના દ્વારા અગુવા કરાયેલ અને મારી નખાયેલ પાત્રોની આસપાસ ધૂમે છે. રધુ સીએનજી નું ટ્રેલર જોતા એવું લાગી રહ્યું છે કે ફિલ્મમાં રહસ્ય અને રોમાંચ ભરપૂર જોવા મળશે. રધુ સીએનજી ફિલ્મનું શૂટિંગ રાજકોટ અને ગોંડલના વિવિધ સ્થળો પર કરાયું છે અને આ ફિલ્મ 18 મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.