ધનસુરાના કેશર ગ્રુપ ધ્વારા 7 મા વર્ષે વિસામાનું આયોજન

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લીના માર્ગો પરથી હજારો પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા માં વિવિધ જગ્યાએ વિસામાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધનસુરાના કેશર ગ્રુપ ધ્વારા 7 મા વર્ષે વિસામાનું આયોજન કરાયું હતું. અંબાજી જતા પદયાત્રીઓ વિવિધ માર્ગોથી પસાર થઈ રહ્યા છે ત્યારે ધનસુરા મામલતદાર કચેરી પાસે 7 વર્ષ થી વિસામાનું આયોજન કરવામાં આવે છે.જેમાં ચા નાસ્તા નું અને રાત્રિ રોકાણ નું આયોજન કરવામાં આવે છે જેમાં કેશર ગ્રુપના યુવાનો સારી સેવા આપે છે.