ખેલ મહાકુંભ અંતર્ગત મહિસાગર જિલ્લામાં તાલુકા મથકોએ કબડ્ડીની સ્પર્ધા યોજાઇ

લુણાવાડા,
રાજ્ય સરકારે દર વર્ષની જેમ ચાલુ વર્ષમાં રમતગમત ક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ યોજવાનું આયોજન કર્યું છે. ખેલ મહાકુંભનો ઉદ્દેશ ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવા, સ્વાસ્થ્ય જાગૃતિ, પ્રતિભા શોધ બહાર લાવવાનો છે.
મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એથ્લેટીક્સ, સ્વિમિંગ, કબડ્ડી, રસ્સાખેચ, બેડમિન્ટન, ટેબલટેનિસ તથા સ્કેટિંગ, યોગાસન, ખોખો, વોલીબોલ વગેરે રમતો તાલુકાકક્ષાએ જિલ્લાના તાલુકા મથકે સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જેમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, ખાનપુર અને કડાણા તાલુકા મથકે કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. જેમ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ વિવિધ ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું.
જિલ્લાકક્ષાએ મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાશે. જેમાં તારીખ ૧૪મી સપ્ટેમ્બરે સ્વિમિંગ સ્પર્ધા રમત ગમત સંકુલ ગોધરા ખાતે યોજાશે. જ્યારે તારીખ ૧૬મીએ ફૂટબોલ કરુણાનિકેતન હાઈસ્કૂલ, બાલાસિનોર અને હોકી સ્પર્ધા ઇન્દિરા મેદાન લુણાવાડા ખાતે, તારીખ ૧૭મીએ બાસ્કેટબોલ કરુણાનિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર, ચેસની રમત કલરવ વિદ્યામંદિર, લુણાવાડા ખાતે અને બેડમિન્ટન સ્પર્ધામાં પંચશીલ ગર્લ્સ હાઇસ્કુલ લુણાવાડા. તારીખ ૧૮મીએ કબડ્ડી ભાઈઓ માટે અને તારીખ ૧૯મીએ બહેનો માટે ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે યોજાશે. તારીખ ૨૦ મીએ વોલીબોલ ભાઈઓ માટે અને તારીખ ૨૧મી વોલીબોલ બહેનો માટે મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર ખાતે તેમજ શુટીંગ બોલની સ્પર્ધા મોડેલ સ્કૂલ બાલાસિનોર, યોગાસન કલરવ વિદ્યામંદિર બારોટવાડા, લુણાવાડા, તારીખ ૨૩મી ખો-ખો ભાઈઓ માટે અને ૨૪મીએ બહેનો માટે ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે અને તારીખ ૨૫મી એથ્લેટિક્સ ભાઈઓ માટે તારીખ ૨૭મી બહેનો માટે એથ્લેન્ટિક્સ સ્પર્ધા ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે યોજાશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીએ જણાવ્યું છે.