અંબાજી ભાદરવી મહાકુંભ પૂર્ણ થયા બાદ સફાઈ અભિયાન

અમિત પટેલ, અંબાજી
ગુજરાતના લોકપ્રિય શક્તિ પીઠ અંબાજી ધામમાં સાત દિવસનો ભાદરવી મહા કુંભ પૂર્ણ થયેલ છે ત્યારે આ ધામને સ્વચ્છ બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને એબીવીપીના સહયોગથી અંબાજી ખાતે સફાઈ અભિયાન શરૂ કરાયું હતું, જેમાં અંબાજીના સફાઈ કર્મચારીઓ, ઓલ સર્વિસ ગ્લોબલ ના કર્મચારીઓ અને અંબાજી બહારથી આવેલા એબીવીપીના વિધાર્થીઓ અને વિધાર્થિનીઓ જોડાયા હતા.
આજે અંબાજીની જુની કોલેજ ખાતે મળેલી મિટિંગ મા મંદિર “ના અધિકારીઓ અને કર્મચારીઓ ની અધ્યક્ષતા મા શરૂ થઈ હતી અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરાવી અંબાજી ધામ મા સફાઈ અભિયાન શરૂ કરાયું હતું, ત્રણ ટીમ દ્વારા આજે અંબાજીના વિવિધ વિસ્તારો માં સફાઈ અભિયાન શરૂ થયું હતું હાથ માં ઝાડુ લઈને વિધાર્થીઓ અંબાજી ના વિવિધ વિસ્તારો ખૂંદી વળ્યા હતા, ટીમ ત્રણ છે અંબાજી ખાતે જેમાં ઓલ સર્વિસ ગ્લોબલ, ભાલચંદ્ર અને રતન કલ્યાણ ટીમ ના સફાઈ કામદારો અભિયાન મા જોડાયા હતા ત્યાર બાદ તમામ લોકો ને જમવા માટે અંબિકા ભોજનાલય મા વ્યસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ મા વહીવટદાર એસ જે ચાવડા, પ્રાંત અધિકારી કુસુમ બેન પ્રજાપતિ, એસ્ટેટ ઓફિસર અરુણ દાન ગઢવી, બાંધકામ શાખા ના જી એલ પટેલ, આર કે મેવાડા ,ધવલ જોષી, સંયોજક, એ બી વી પી બનાસકાંઠા અને વિવિધ વિસ્તારો માથી આવેલા એ બી વી પી વિધાર્થીઓ હાજર રહ્યા હતા.