ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન દ્વારા વિદ્યાર્થીઓ માટે ફાઈનલ પ્લેસમેન્ટનું આયોજન કરાયું

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટગ્રોમોર ફોઉંન્ડેશન સંચાલિત ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ચાલતી વિવિધ કોલેજો માટે ગત છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફાઈનલ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત વડોદરાથી ફ્યુશન માયક્રોફાઈનાન્સ કંપનીના પ્રતિનિધિઓ આવેલા હતા. આ પ્લેસમેન્ટમાં ગ્રોમોર ના વિદ્યાર્થીઓના પર્ફોમન્સ જોઇને ૧૫ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પ્લેસમેન્ટના સફળ આયોજન થતા સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.બી.એલ.પટેલ , સંસ્થાના સેન્ટર હેડ શ્રી.બી.ડી સુથાર તથા કેમ્પસના ટી.પી.ઓ શ્રી લલિત ચોપરા દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.