નેત્રંગના ચંદેરીયામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનની આત્માની શાંતિ માટે મિત્રો ચકલીઘર બનાવ્યું

જિંદગી કા નામ દોસ્તી,દોસ્તી કા નામ જિંદગી,
દારૂના નશામાં વાહનચાલકે યુવાનને ટક્કર મારતા મોતના મુખમાં ધકેલાયો હતો,
દોસ્તીના પ્રતિકરૂપ ચકલીઘરમાં અંદાજીત ૨૦૦ થી વધુ પશુ-પક્ષી એકસાથે વસવાટ કરે છે,
નેત્રંગના ચંદેરીયામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનની આત્માને શાંતિ મળે તે માટે મૃતક યુવાના મિત્રોએ દોસ્તીના પ્રતિકરૂપ ચકલીઘર બનાવી આગવી સેવાકીપ કાયૅનો પ્રારંભ કયૉ છે,જ્યારે આધુનિક ચકલીઘરમાં દાળ,ચાળ અને પાણીની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ ચંદેરીયા ગામના પાટીયા પાસે નેત્રંગના ગાંધીબજાર વિસ્તારમાં વિનુભાઈ પાટણવાડીયાનો પુત્ર ભાવેશ પાટણવાડીયાને દારૂના નશામાં વાહનચાલકે અડફેટમાં લેતા પગ અને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓના પ્રતાપે લાંબુ સારવાર બાદ કરૂણ મોત નિપજતાં પરિવારના સભ્યો સહિત નેત્રંગ ગામમાં શોક વ્યાપી જવા માંડ્યો હતો.
જેમાં અકસ્માતમાં મોતના મુખમાં ધકેલાય જનાર ભાવેશભાઇ પાટણવાડીયાની આત્માની શાંતિ મળે તેના માટે મિત્રો અને ઘરની આજુબાજુમાં રહેતા રહીશોએ નેત્રંગના ગાંધીબજારમાં અત્યાઆધુનિક દોસ્તીના પ્રતીકરૂપ ચકલીઘર બનાવીને પુજાવિધી અને મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી હતી,જેમાં ૨૦૦ થી વધુ પશુ-પંખી એકસાથે વસવાટ કરી શકે છે,અને ચકલીઘરમાં દાણ,ચાળ અને પાણીની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,જેમાં ઉનાળાની સિઝનમાં પીવાના પાણી સમસ્યા વચ્ચે પણ ચકલીઘરમાં વસવાટ કરતાં પશુ-પંખીઓને પુરતા પ્રમાણમાં પાણી,ખાવા માટે દાણ ચાળ તેમજ ઈંડાનો સારી રીતે ઉછેર થઇ શકે તે માટે રહેવા માટે પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જ્યારે બીજી બાજુએ નેત્રંગના ગાંધીબજારના યુવાનોએ પોતાના મૃતક મિત્રીની આત્માની શાંતિ માટે આગાવા સેવાકીય કાયૅની શરેઆત કરતાં ગાંધીબજાર અને નેત્રંગ ગામ સહિત તાલુકાભરની પ્રજામાં આનંદ વ્યાપી જવા પામ્યો છે,જ્યારે મૃત્યુક યુવાનના મિત્રોને ચારેય તરફથી અભિનંદની વષૉ થઇ રહી છે,તેવા સંજોગોમાં જિંદગી કા નામ દોસ્તી,દોસ્તી કા નામ જિંદગી યુક્તિ કલયુગમાભ સાથકૅ થઇ હોવાનું મનાઇ રહ્યું છે.
* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ