ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ધોળકા તાલુકામાં નિબંધ ચિત્ર અને વકૃતવ સ્પર્ધા

- ડોકટર બાબા શાહેબ આબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને આસપાસ સફાઇ કરવામાં આવી
ગાંધીજી ની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા દડિયાપૂરા (આબલીયરા)પ્રાથમિક શાળામાં 6 થી 8 ધોરણ ના વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ ચિત્ર અને વકૃતવ સ્પર્ધઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 1 થી 3 નંબર લાવનારા વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ રાકેશભાઈ સોની તથા તાલુકા સંયોજક કિશનભાઈ ચોહાણ અને સનીભાઈ પંચાલ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ધોળકા તાલુકાના આબલિયારા ગામ માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ડોકટર બાબા શાહેબ આબેડકરની પ્રતિમા ને માલ્યાર્પણ કરવામાં આવ્યું તેમજ આજુબાજુમાં સાફસૂફી નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આબલિયારા સ્વામિ વિવેકાંદ યુવક મંડળ(બ્રીજેશભાઇ તથા કુલદીપ ભાઈ ) તથા ધોળકા તાલુકા સહિયોજક સનીભાઇ પંચાલ અને કિશનભાઇ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા.
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ