મુડેટી SRP ગ્રુપ-6 તેમજ ગામ ધ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ તેમજ મુડેટી ગામ ધ્વારા ૨ જી ઓક્ટોબર પુજ્ય ગાંધી બાપુની જન્મ જયંતી નીમીતે મુડેટી ગામ તેમજ વોરાવાવ સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓ શિક્ષકગણ ગ્રામજનો તેમજ એસઆરપી ગ્રુપના જવાનો અને તેમના પરિવારના સભ્યોના સહયોગથી ગામ તેમજ કેમ્પને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પગપાળા રેલી કાઢી પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનો સંદેશ આપેલ હતો.
ગ્રુપના ડીવાયએસપી એ. એન. ચૌધરી અને ડીવાયએસપી બી. જી. રાઠોડ ગામના ઉપસરપંચ દિનેશભાઈ દેસાઈ ગામના અગ્રણી સુરેશભાઈ દેસાઈ, ચિરાગભાઈ ચૌધરી અને ગામના દુકાનદારો ગ્રામજનો પાસે પ્લાસ્ટિક ન વાપરવાનો સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવેલ સમગ્ર તેમજ આગણવાડીની બહેનો પણ આ રેલીમાં જોડાઈ હતી પ્રોગ્રામનુ સુંદર આયોજન ગ્રુપના સેનાપતિ એસ. આર. ઓડેદરા (IPS) તેમજ દિનેશ દેસાઈના માર્ગદશન મુજબ કરવામાં આવેલુ આ કાર્યક્રમમા મુડેટી ગ્રામજનો તેમજ એસ.આર.પી. જવાનોનો સારો સહયોગ મળ્યો હતો.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર