કડી સર્વ વિદ્યાલય ખાતે ૧૫૦ મી ગાંધી જયંતિની ઉજવણી

કડી સર્વ વિદ્યાલય ખાતે ૧૫૦ મી ગાંધી જયંતી ઉજવાઈ. સાદગી અને નમ્રતાના પ્રેરણામૂર્તિ,સત્ય અને અહિંસાના પુજારી,સ્વચ્છતાના આગ્રહી અને વિશ્વના પાંચ નોબલ પારિતોષિક વિજેતાઓના જીવન પર જેમનો પ્રભાવ રહેલો છે તેવાં વિશ્વ માનવ રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં સંસ્થાના ચેરમેનશ્રી,મંત્રીશ્રીઓ અને પ્રિન્સીપાલો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુનિક પ્રોગ્રામ સર્વ નેતૃત્વ દ્વારા પ્લાસ્ટીક બેગનાં વિકલ્પ કપાસના રેસા માંથી બનાવેલી બેગનું સંસ્થાના ચેરમેનશ્રી, મંત્રીશ્રીઓ, કડીનાં ધારાસભ્યશ્રી, સરકારી પ્રતિનિધિશ્રીઓ દ્વારા વિતરણની શુભ શરૂઆત આજના પવિત્ર દિવસથી કરવામાં આવી. સર્વ નેતૃત્વ દ્વારા આવનાર સમયમાં કપાસના રેસા માંથી બનાવેલી ૧૦,૦૦૦ બેગોનું વિતરણ વિના મુલ્યે કરવામાં આવશે. સર્વ નેતૃત્વ દ્વારા કડી પ્લાસ્ટિક મુક્ત બને તે માટેના અભિયાનો ચલાવી લોક જાગૃતિ લાવવામાં સંકલ્પ સાથે સિદ્ધિ મેળવાશે.