રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવનની ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા સમાજિક જાગૃતીના વિવિધ પ્રોજેક્ટ

વિદ્યાર્થીઓ એ આ પ્રસંગે ભાગ લઈ ગાંધીજી ના સંદેશા ને આગળ ધપાવવા નો પ્રયાસ કર્યો હતો અને તુલસીધામ થી જયોતિનગર સુધી માનવ સાંકળ બનાવી ” say no to single use plastic” અન્વયે પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા માટેનો પ્રચાર કર્યો. ભરૂચ રેલવે સ્ટેશન પર ચિત્રકલા દ્વારા સ્વચ્છ ભારત આંદોલનને પ્રોત્સાહન આપવા અને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવાનો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પર પેપર બેગ નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં “પ્લાસ્ટિક ને કહો નહીં ” પર ભાર મૂક્યો. આ પ્રસંગે શાળા ના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો એ અખંડિત પ્રામાણિકતા અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.