લાલપુરમાં મનસુરી સમાજનું સંમેલન યોજાયું

હિંમતનગરના લાલપુર ગામની સમાજવાડીમાં સમગ્ર ઉત્તર ગુજરાત પિંજારા મુસ્લિમ સમાજનું સાતમું વાર્ષિક સંમેલન રવિવારે યોજાયું હતું. સમગ્ર ઉત્તર ગુજરાત પિંજારા મનસુરી જમાતનું એકમાત્ર ફેડરેશન છેલ્લા સાત વર્ષથી એજયુકેશન અને મેડિકલક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત છે. જેના દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ અને મેડીકલક્ષેત્રે ઘણા બધા લોકોને આર્થિક સહાય પુરી પાડી છે. કારોબારીના તમામ સભ્યો ફેડરેશનના પ્રમુખ જનાબ હાજી ગુલાબનબી મનસુરી અને સમારંભના અધ્યક્ષ જનાબ અશરફભાઇ ધાનેશ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સાબરકાંઠા-અરવલ્લીના પ્રમુખ જનાબ શાહિદ હા. ઇસ્માઇલભાઇ મનસુરીએ અને સેક્રેટરી અલ્તાફહુસેન મનસુરી તથા ચેરમેન સુલ્તાનભાઇ મનસુરીએ કર્યું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા