ડાંગ જિલ્લામાં સમગ્ર શાળાઓમાં ૧૫૦મી મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ પર સમગ્ર દેશમાં દેશસેવાના અનેક સેવાકીય કાર્યક્રમો દ્વારા ગાંધી જયંતિની ઉજણી કરવામાં આવી હતી ત્યારે ડાંગ જિલ્લામાં પણ મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે જીલ્લાની દરેક શાળાઓમાં બાળકો એ પ્લાસ્ટીક મુકત જન જાગૃતિ માટે રેલી કાઢી ગામના અલગ અલગ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.
શાળાના બાળકો, સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વછતા સંકલ્પ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે શપથ લીધા હતા. મહાત્મા ગાંધી જન્મ જયંતિના ઉજવણી કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના દરેક આચાર્યોએ મહાત્મા ગાંધીજી વિશે સૌને માહિતગાર કર્યા હતા સાથે સ્વછતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અંગે પણ જણાવ્યું હતું આ ૧૫૦મી મહાત્મા ગાંધી જન્મ જયંતિ ની ઉજવણીમાં ડાંગ જિલ્લાના સરકારી કર્મચારીઓ જુદી જુદી જગ્યાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.