અમરેલી : શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદોત્સવની ઉજવણી

અમરેલી : શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદોત્સવની ઉજવણી
Spread the love

અમરેલી,

શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આસો સુદ પુનમ એટલે કે શરદ પુનમના રોજ તા,13/10 19,,ને રવિવારે શરદોત્સવ નો ક્રાર્યક્રમ રાખવામા આવ્યો હતો. તેમા સમાજ ના દરેક આગેવાનો વડીલો ભાઈઓ બહેનો નાની બાળાઓ ઉપસ્થિત રહ્યાં હતા. બહેનો, નાની બાળાઓ એ મનમૂકી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

સૌ પ્રથમ માતાજી ની આરતી ઉતારી હતી ત્યારબાદ રાસ ગરબાની શરુઆત કરવામાં આવી હતી. આ ક્રાયૅક્રમ અમરેલી ઉધોગ નગર હનુમાન પરા રોડ શ્રી કાળુ ભાઈ ખંભાયતાના કારખાના પાસે રાખવામાં આવ્યો હતો શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જ્ઞાતિના વડીલો યુવાનો સાથે ચર્ચા વિસારણા કરી હતી. મોડી રાત સુધી ક્રાર્યક્રમની મોજ માણી હતી.

આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અરુણભાઈ બી. આદ્રેજા, શ્રી વિશાલ કે. ખંભાયતા, શ્રી હીતેશભાઈ આદ્રેજા, વરુણભાઈ વડગામા વિજય ભાઈ બકરાણીયા તેમજ ટ્રસ્ટીના દરેક સભ્યોએ આ ક્રાયૅક્રમને સફળ બનાવવા સારી એવી જહેમત ઉઠાવી હતી જ્ઞાતિ ના વડીલો, આગેવાનો હાજર રહી મનભર ક્રાયૅક્રમ માણ્યો હતો ત્યારબાદ સૌએ સાથે નાસ્તાપાણી કરી સૌ વિખુટા પડ્યા હતા.

રીપોર્ટર : રસિક વેગડા, મોટીકુકાવાવ

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!