મુસ્લિમ સમાજ અંગણિત સામાજીક આર્થિક શેક્ષણિક-વૈચારિક પરિસ્થિતિઓ સામે ઝઝુમી રહ્યો છે

હવે સમયની માંગ પ્રમાણે મુસ્લિમ સમાજની સમસ્યાઓને દૂર કરી સમાજના બુદ્ધિશાળી વર્ગના લોકો એ યુવાધનને પ્લેટફોર્મ આપવા માટે ભગીરથ પ્રયાસો કરવા ની ખાસ કરીને જરૂર છે. સૌ પ્રથમ તો સમાજમાં થી ખોટા ખર્ચા નાબુદી માટે અને કુરિવાજો ઉપર અંકુશ મેળવવા માટે નાની નાની મુસ્લિમ મંથન કે પછી મુસ્લિમ ચિંતન નામની શિબિરો નું આયોજન કરી છેવાડાના માનવી સુધી પહોંચી સમાજમાં સુધાર લાવવાની ખાસ જરૂર છે.
ખરેખરમાં દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આ બધી જે કંઈ પરિસ્થિતિ સમાજમાં ઉત્તપન્ન થઈ છે તેના માટે જવાબદાર પણ આપણે સૌ કોઈ છીએ પરંતુ હવે આ સમસ્યાઓને દૂર કરવા ક્યાં અને કેવા પ્રયાસો કરવા એ પણ એક વિષય છે અને સૌ પ્રથમ તેના માટે મંથન કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે.
મારી જાણકારી મુજબ ૧૪૨ ગામોમાં જે નજર સમક્ષ મેં જોયું છે તે હકીકતમાં જો વાત સમાજમાં મુકવામાં આવે તો કહેવાતા બુદ્ધિશાળી લોકો ના પગ નીચેથી જમીન ખસીજાય તેમ છે. હવે મારે શું ની નીતિ છોડી ને સમાજ ને મુખ્ય ધારા માં લાવવા માટે કમર કસવી પડશે નહિતર હમેશાં ની જેમ આપણી આવનાર નશ્લો પણ આનો જવાબ માંગશે કે શું આવો સમાજ અમારા પૂર્વજો અમારા માટે મૂકી ગયા છે.
છેલ્લે એટલુંજ કહીશ કે હકીકતમાં આપણે ઇસ્લામ ધર્મમાં માનીએ છીએ પણ તેના પાયાના સિદ્ધાંતોથી હજી પણ ઘણા વેગડા છીએ જે ઈસ્લામનો અર્થ સલામતી થતો હોય અને ઈસ્લામના પાયાનાં સિદ્ધાંતો કેજે પ્યાર મોહબબત અમન ભાઈચારો કહેવામાં આવે અને ઈસ્લામનો મૂળ હેતુ કે તમારા થકી બીજાને એટલે કે અલ્લાહની મખલુકને જરાપણ તકલીફ થાય તેવું કોઈ કાર્ય કરવું નહીં.
અલ્લાહ ને રાજી કરવા માટેનો એક માર્ગ કે તેની મખલુક સાથે રહેમદિલી રાખો ભુખ્યાઓને ભોજન કરાવો અને તમારા ઘર પરિવાર સમાજ પાડ પડોશી અને વતનનાં હક અદા કરતા રહો તેની રજામાં રાજી રહેતાં શીખીને આ દુનિયા ફાની છે તે એક સચ્ચાઈ છે ને વળીને તેની સમક્ષ આપણે સૌએ હાજર થવાનું છે.
જ્યારે અલ્લાહ ની સમક્ષ હાજર થઈએ ત્યારે એક નેકી એવી જરૂર હોવી જોઇએ જેનાથકી તે રાજીથઈ જાય કેમ કે આપણે અત્યારે જીવિત છીએ અને ફક્ત ને ફક્ત આપણા પોતાના માટે અને પોતાના મતલબ માટે તો આપણે આપણા પોતાના સમાજ માટે જીવતી લાશ થી વિશેષ કાઈ નથી…!!!!!!
શકીલ સંધી (99244 61833)