જનતા જનાર્દનના આશીર્વાદથી બાયડ વિધાનસભામાં ધવલસિંહનો વિજય નિશ્ચિત છે : વાઘાણી

અરવલ્લી જિલ્લામાં આજે બાયડ તાલુકામાં સાઠંબા ખાતે પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણી , ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રભારી મંત્રી રમણલાલ પાટકર ની ઉપસ્થિતિમાં યોજાયેલા વિશાળ સહકાર સંમેલનમાં સતત બીજીવાર જંગી સરસાઈ સાથે વિજયી બનેલા સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, સાબરડેરીના નવા વરાયેલા ચેરમેન શામળભાઈ બાલાભાઈ પટેલ, સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ અને તાજેતરમાં ઉત્તર ગુજરાતમાંથી એક માત્ર પ્રતિનિધિ તરીકે ગુજરાત સ્ટેટ એગ્રી.માર્કેટ બોર્ડના ડિરેકટર તરીકે બિનહરીફ ચૂંટાયેલા બાયડના ચોઈલાના વતની,બાયડ એપીએમસીના ચેરમેન,જિલ્લા સહકારી સંઘના ડિરેકટર,પીઢ સહકારી આગેવાન બાબુભાઇ એમ.પટેલનું પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ શાલ અને ફૂલહારથી સન્માન કર્યું હતું. ભાજપના જિલ્લા પ્રમુખ રણવીસિંહ ડાભીએ અને ભાજપના મહામંત્રી અને મોડાસા એપીએમસીના ચેરમેન શામળભાઈ એમ. પટેલે કર્યું હતું. સહકાર સંમેલનમાં ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપની ટીમ અને સહકારી આગેવાનો, કાર્યકરો,પશુપાલકો અને ખેડૂતોને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સાંસદ દીપસિંહ રાઠોડ,સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે રાજય અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ ગણાવી હતી.ભાજપના ઉમેદવારને જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
બાયડ વિધાનસભા ભાજપ અને બાયડ તાલુકાના સહકારી આગેવાનોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સહકાર સંમેલનમાં પ્રદેશ ઉપપ્રમુખ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી અને પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ રણવીસિંહ ડાભી,સાબરકાંઠા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રભારી પૃથ્વીરાજભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ મંત્રી વી.ડી.ઝાલા, પૂર્વ ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પટેલ, ઉમેદવાર ધવલસિંહ ઝાલા, સાબર ડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, ગુજકોમાસોલ ડિરેકટર અને સાબરકાંઠા જિલ્લા સ.ખ. વેચાણ સંઘ અને અરવલ્લી જિલ્લા સહકારી સંઘના માનદ મંત્રી જગદીશભાઈ એસ. પટેલ, સાબરકાંઠા જિલ્લા ખ. વે. સંઘના પૂર્વ ચરમેન અને ડેરી ડિરેક્ટર જયંતીભાઈ વી. પટેલ, અરવલ્લી જિલ્લા સંઘના અધ્યક્ષ શ્રી પ્રભુદાસભાઈ પટેલ, જિલ્લા સંઘ અને સાબર ડેરી ડિરેકટર કાંતિભાઈ એસ.પટેેેલ, ભીખુસિંહ, ભોગીલાલ પટેલ, કાર્યકરો અને બાયડ તાલુકાના સહકારી આગેવાનો, ભાજપના જિલ્લાના હોદ્દેદારો, વિરોધ પક્ષના નેતા રાજેશભાઇ જે.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મહામંત્રી શામળભાઈ,એસ.એમ.ખાંટ, ધિમંત ભાઈ પટેલ, સાઠંબા સહકારી જીનના ચેરમેન ભાવેશભાઈ પટેલ,બાયડ શહેર પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, તાલુુુકા પ્રમુખ માનસિંહ,,તાલુકા પંચાયતના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ સહિત સ્થાનિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સંમેલનને સફળ બનાવવા સૌએ ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ