જીટીયુ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા ત્રણ દિવસીય કાર્યશિબિરનો પ્રારંભ

જીટીયુ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા ત્રણ દિવસીય કાર્યશિબિરનો પ્રારંભ
Spread the love

જીટીયુ અને સ્ટાર્ટ-અપ સેન્ટર દ્વારા ડો.એસ એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે intellectual property rights  વિષય પર તા. ૧૪ થી ૧૬ ઓકટોબર સુધી ત્રણ દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવસારી, ભરૂચ, વલસાડ, બારડોલી, સહિતના  જિલ્લાઓની  35 શાળાઓ અને કોલેજો ના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વર્કશોપ ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રથમ સત્રમા પેટન  એક્સપર્ટ અને   રિસર્ચ આસિસ્ટન્ટ કૃપાલસિંહ ડાભી  દ્વારા દ્વારા પેટન ના પ્રકારો,  પેટન્ટ બિલીટી  ના માપદંડો, ટ્રેડમાર્ક, copyright, ડિઝાઇન રજીસ્ટ્રેશન તથા ભારતમાં સેમિકન્ડક્ટર ઇન્ટીગ્રેટેડ સર્કિટ લેઆઉટ ડિઝાઈન રજીસ્ટ્રેશન વિશે માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત  patent એક્સપર્ટ કૃપાલસિંહ ડાભી દ્વારા આજના સમયે intellectual property નું મહત્વ શું છે, તેની ઉપયોગીતા તેમજ પેટન ના માપદંડો અને તેના પ્રોસેસિંગ વિશે જાણકારી આપવામાં આવી હતી.

જ્યારે ઇન્ડિયન પેટન્ટ  એજન્ટ ( ip કેલ્ક્યુલસ ના  ફાઉન્ડર) કીર્તિ પટેલ દ્વારા intellectual property નો દુરુપયોગ કેવી રીતે અટકાવી શકાય તે વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુવા ઉદ્યમી ઓ  ઇનોવે્ટર્સ, રિસર્ચ અને  startup એ પોતાના યુનિક તથા ક્રિએટિવ સોલ્યુશન ને  પ્રોટેક્ટ કરાવી તેમજ ટ્રેડમાર્ક,copyright અને ડિઝાઇન રજીસ્ટર કરવાથી આજના સમયમાં intellectual property નો  થઈ  રહેલો દુરુપયોગ અટકાવી શકાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!