બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું : 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

આજે સાઠબા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી મંત્રી રમણલાલ પાટકર, સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી, મહામંત્રી શામળભાઈ પટેલ સહિત બન્ને જિલ્લાના ભાજપના આગેવાનો, સહકારી આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલા સહકાર સંમેલનમાં બાયડ નગરપાલિકાના એનસીપીના બે કોર્પોરેટરો દિનકરભાઈ ધુળાભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ બાયડ નગરપાલિકા ભલુભાઈ પ્રેમજીભાઈ પટેલ, ઉપપ્રમુખ બાયડ નગરપાલિકા, જ્યોતિકાબેન જતીનભાઈ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ બાયડ નગરપાલિકા, અતુલભાઈ કાંતિલાલ પટેલ, પૂર્વ કોર્પોરેટર બાયડ નગરપાલિકા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપરાંત બાયડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, માલપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ખાંટ, બાયડ તાલુકા સભ્ય જસવંતસિંહ પરમાર, યુથ કોંગ્રેસ મીડિયા સેલ પ્રવિણસિંહ ખાંટ , ભરતસિંહ ખાંટ , સુનિલસિંહ સોલંકી , મહેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઠાકોર, સુનિલસિંહ સોલંકી, ભાવેશભાઈ, સમીરભાઈ, પૃથ્વીસિંહ બારીયા, રાહુલસિંહ, મહેન્દ્રસિંહ, પ્રવીણસિંહ, બળદેવભાઈ, વિનોદભાઈ, દિલીપસિંહ સહિત 200થી વધારે કાર્યકર્તા ઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તમામને ખેસ પહેરાવી પ્રદેશ પ્રમુખ જીતુભાઈએ ભાજપમાં આવકાર્યા હતા.
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ