રાજપીપળામાં બંધારણીય જોગવાઇ મુજબ સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તેવી માંગ સાથે વિશાળ રેલી

- જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું
- જિલ્લા પંચાયત કચેરીએ આદિવાસીઓના ધરણાપ્રદર્શન
- સૂત્રોચ્ચાર અને દેખાવો યોજ્યા
- ભરવાડા નવી વસાહતને સ્વાતંત્ર ગ્રામપંચાયતનો દરજજો આપવાની પણ માંગ
બંધારણીય જોગવાઇ મુજબ દરેક ગામની સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તેવી માંગ સાથે રાજપીપળા આમુ સંગઠન દ્વારા આદિવાસી સમાજ ની વિશાળ રેલી નીકળી હતી.આજે રાજપીપળા ખાતે સવારે ૧૦:૩૦ કલાકે કાલાઘોડા થી જિલ્લા પંચાયત થઇ જિલ્લા સેવાસદન સુધી આમુ સંગઠન દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો ૯૦% આદિવાસી વસ્તી ધરાવતો પછાત વિસ્તાર છે. આદિવાસીઓ આ આંતરિયાળ અને દુર્ગમ પહડો મા વસેલો છે. જિલ્લાના ગામડાઓ ગ્રુપ પંચાયતો મા જોડાયેલા છે. જેમા બે ગામો થી લઇને ૧૬ ગામો સુધી ની ગ્રુપ ગ્રામ પંચાયતો હોવાના લીધે લોકોને અનેક પ્રકારની સમસ્યા ઓનો સામનો કરવો પડે છે.
બંધારણીય જોગવાઇ મુજબ દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તેવી સમગ્ર આદિવાસી સમાજ ની માંગ છે. જેને ધ્યાને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકઠાં થઈ રેલીમાં જોડાયો હતો અને જિલ્લા કલેકટરને આવેદન આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જેમાં ભરવાડા નવી વસાહત ને સ્વાતંત્ર ગ્રામપંચાયતનો દરજજો આપવાની પણ માંગ કરી હતી અને જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, ત્યાર બાદ જિલ્લા પંચાયત કચેરીએ આદિવાસીઓએ ધરણાપ્રદર્શન કરી, સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજયા હતા.
આ અંગે આમુ સંગઠનના પ્રમુખ મહેશ વસાવાના જણાવ્યા અનુસાર જિલ્લા પંચાયત નર્મદા રાજપીપળા પંચાયત શાખાના તાલુકા વિકાસ અધિકારી નાંદોદ તથા તાલુકા વિકાસ અધિકારી ગરુડેશ્વર, દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા એ ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત ધારો 1993 મુજબ નર્મદા જિલ્લાના દરેક ગામને ગ્રામપંચાયતનો દરજજો આપવા બાબતે આદિવાસી મૂળનિવાસી સંગઠન નર્મદા જિલ્લા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ બાબતે તંત્રે આ તાલુકામાં ગ્રામ પંચાયતની દરખાસ્ત જે ગામોને ગામના ગ્રામસભામાં ઠરાવ કરી મંજુર કરેલ ઠરાવો જુથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ તમામ ગ્રામપંચાયતોને સ્વતંત્ર પંચાયત નો દરજ્જો આપવા અંગેની માગણી કરી હતી, અને આજે જિલ્લા વિકાસ અધિકારી તથા કલેકટરને આવેદનપત્ર આપી જિલ્લા પં કચેરી પાસે આદિવાસીઓ મોટી સંખ્યામાં ધરણા પર બેસી ધારના પ્રદર્શન કર્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા