જેતપુર તાલુકાના થાણાગલોલ ગામ ખાતે ચામુંડા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ

થાણાગાલોળ મુકામે બોરીસાગર પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરે ખાતે પરિવાર દ્રારા નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ જેમાં બોરીસાગર પરિવાર બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞનો લાભ લીધેલ. જેમાં સંપૂર્ણ યજ્ઞના યજમાન મૂળ પાટી અને હાલ ગાંધીનગર નિવાસી શ્રી સંદીપભાઈ અશોકભાઈ બોરીસાગર તથા સહપરિવારે રહ્યો હતો અને મુખ્ય આચાર્યપદે મૂળ થાણાગાલોલ અને હાલ સુરત નિવાસી શ્રી વીનુભાઈ મણીભાઈ બોરીસાગર હતા સમગ્ર યજ્ઞની તૈયારી શ્રી જગદીશભાઈ જોશી અને કાળુભાઈ જોશી ઉપાડી હતી.