અમરેલી મોટી કુકાવાવ ગામમા તુળજા ભવાનીના મંદિરે માતાજીનો યજ્ઞ

કુંકાવાવ (જિ.અમરેલી) મુકામે પરજીયા સોની લુહાર શાખ ના કુળદેવી શ્રી તુલજાભવાની માતાજી ના મઢે દર વર્ષ કુળદેવી નો રાજીપો મેળવવા યજ્ઞ કરવા માં આવે છે.તે મુજબ આ વર્ષે પણ તા.૧૪-૧૦-૨૦૧૯ શુભ દિવસે યજ્ઞ નું આયોજન કરવા માં આવેલ. આ પ્રસંગે મુંબઈ, સુરત, પાલીતાણા, રાજકોટ,જાળીયા, જામનગર,વિજપડી, અમરેલી, સાવરકુંડલા, વગેરે ગામો થી ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતાં અને કુળદેવી શ્રી તુલજાભવાની માતાજી ના મંદિરે યજ્ઞોતસવ નો તથા માતાજી ના દશૅન નો લાભ લઇ ખુબ ખુશ થયા હતા.આ યજ્ઞ પ્રસંગ ના મુખ્ય યજમાનપદે જીરા સીમરણ વાળા હાલ રાજકોટ ના શ્રી મનોજ ભાઈ બાબુભાઈ રહ્યા હતા.આ પ્રસંગ ના આયોજન અંગેની તૈયારી અરવિંદભાઈ સોની, દિપકભાઈ સોની, વિનોદભાઈ સોની, તુલજા ભવાની માના મંદિરના પૂજારી રસિક અદા ધમૅશભાઈ સોની એ ૧૫ દિવસ થી કરતા હતા.યજ્ઞ પ્રસંગ સફળતા પુવૅક પુણૅ થયેલ. એનાઊનસ મનોજ ભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ હતું. યજ્ઞ માં બીડું હોમાયા પછી સવૉ સમુહમાં મહાપ્રસાદ લઈ સવૉ ભાવવિભોર બની કાયૅકૃમ પુણૅ થયેલ હતો.
રીપોર્ટ : રસિક વેગડા, મોટીકુકાવાવ