ડાંગ જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા જર્જરીત અને બિસ્માર રસ્તાઓની મરામત

ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે દરમ્યાન રેકોર્ડ તોડ વરસાદ વરસ્યો હતો. જેમાં ડાંગ જિલ્લાના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા. જેના કારણે ચોમાસા દરમ્યાન વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પરતુ વરસાદ ખુલતા જ સ્ટેટ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જે કે પટેલ ના સૂચનાથી આહવા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક અમીષ પટેલ અને વધઇ ડિવિઝન ના નાયબ કાર્યપાલક ધર્મેશ પટેલ તથા તેમના સ્ટાફ દ્વારા ડાંગ જિલ્લાના રસ્તાઓનુ સર્વે કરી તત્કાલીક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લાના રસ્તાઓમાં આહવા થી નવાપુર, આહવાથી ચિંચલી, પિંપરી થી ભેંસકાતરી, આહવા મહાલથી બરડીપાડા જયારે વધઇ ડીવીઝનમાં વધઇથી સાપૂતારા, વધઇ થી આહવા, વધઇ થી ભેંસકાતરી, જેવા સ્ટેટ માર્ગ મકાનના તમામ રસ્તાઓ મરામતની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.