કડીની પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ. ડી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા

કડીની પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ. ડી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા
Spread the love

કડીની પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી, પાટણમાં યોજાયેલ ૩૧ માં યુવક મહોત્સવમાં સાત સ્પર્ધાઓમાં વિજેતા બની. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી, પાટણ ખાતે ૩૧મો યુવક મહોત્સવ યોજાઈ ગયો. જેમાં સર્વ વિધાલય કેળવણી મંડળ,કડી સંચાલિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ. ડી. પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાથીઓએ કુલ ૧૭ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

જેમાંથી પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ. ડી. પટેલ આર્ટ્સ કોલેજ કુલ ૭ સ્પર્ધાઓમાં વિજેતા બની જેમાં પ્રાદેશિક નૃત્યમાં પ્રથમ સ્થાન, પ્રાદેશિક વૃંદગાનમાં પ્રથમ, રંગોલીમાં દ્વિતીય સ્થાન, સ્પોર્ટ્સ કોરોગ્રાફીમાં દ્વિતીય સ્થાન, કાર્ટુનીંગમાં દ્વિતીય સ્થાન, સમૂહગીતમાં તૃતીય સ્થાને અને તાલવાદ્યમાં તૃતીય સ્થાને વિજેતા બની કોલેજનું ગૌરવ વધાર્યું છે.

સાંસ્કૃતિક સમિતિનાં ચેરમેન ડૉ. નીલ્પા કે. પટેલ, પ્રો. સી.વી.પટેલ ,પ્રો.પુષ્પાબેન રાવલ અને રાજુભાઈએ સક્રિય ભાગ લઈ ટીમને તૈયાર કરી હતી. સંસ્થાના આચાર્યશ્રીએ તથા સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે સમિતિને તથા વિજેતા બનેલા બધાં જ સ્પર્ધકોને ખુબ ખુબ અભિનંદન આપી ભવિષ્યમાં આવી જ સફળતાઓ મેળવે તે માટે આશીર્વાદ પણ આપ્યાં હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!