નેત્રંગ પોલીસે મોદલીયા ગામના લૂંટ પ્રકરણમાં વપરાયેલો ટેમ્પો કબ્જે કયૉ

- સુરતના કતારગામ ખાતે પોલીસના ધામા,૪.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
- નેત્રંગ પોલીસે મોદલીયા ગામના લૂંટ પ્રકરણમાં વપરાયેલો ટેમ્પો કબ્જે કયૉ હતો
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામની સીમમાં આઈ.ઓ.સી.એલ. કંપનીના પ્રોજેક્ટની સાઈટ ઉપર ધાડપાડુઓએ નવ જેટલા સિક્યુરીટી ગાર્ડને ટ્રેલર અને ટેન્કરમાં બંધક બનાવી માર મારી લૂંટ ચલાવવાના કેસનો ભરૂચ પોલીસ વિભાગના સ્પે. ઓપરેશન ગૃપે અને નેત્રંગ પોલીસે પર્દાફાશ કરી ધાડપાડુ ગેંગના કુલ ૬ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી નેત્રંગ પોલીસના હવાલે કયૉ હતા,અને કોટૅ રિમાન્ડ મંજુર કરતાં પીએસઆઇ કે.ડી જાટ સહિત પોલીસતંત્રએ બનાવની ગંભીરતા જાણી કડકહાથે કાયૅવાહી કરતાં લુંટમાં વપરાયેલ આઇસર ટેમ્પો રૂપિયા ચાર લાખ,બે બેટરીની કિંમત દસ હજાર પાના-પકડનું ટુલ બોક્ષ પાંચ હજારનું ધામયોડ સંતાડેલ હોય કુલ ૪.૧૫ લાખનો મુદામાલ કબ્જે કયૉ હતો.
ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)