દેના બેંકમાં શોર્ટસર્કિટથી ભીષણ આગ લાગતા લાખો રૂપિયા બળીને ખાખ

થરાદ,
થરાદની દેના બેંકમાં વહેલી સવારે ૫.૩૫ કલાકે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી છે. આગ લાગવાથી બેંકમાં રહેલા ઇલેÂક્ટ્રક ઉપકરણો સહિત લાખો રૂપિયા બળીને ખાખ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરાદ નગરપાલિકાના બે ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
બનાસકાંઠા જીલ્લાના થરાદમાં આવેલી દેના બેંકમાં શુક્રવારે વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આખી બેંકને ઝપેટમાં લેતા મોટું નુકશાન થયુ હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યુ છે. શોર્ટ સર્કિટથી આગ લાગતા ઓફીસનું તમામ ફર્નિચર, ઇલેક્ટ્રીક ઉપકરણો, ડોક્્યુમેન્ટ સહિત રોકડ રકમ બળીને ખાખ થઇ જતાં લાખોનું નુકશાન થવા પામ્યુ છે. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ઘટનાની જાણ થતાં બેંક કર્મચારી એન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.