ભાજપ-કાંગ્રેસ વચ્ચે દારૂની પરમિટના મુદ્દે વિવાદ થતા રાજકારણ ગરમાયું

રાજકોટ,
રાજકોટ મહાનગરપાલિકામાં ડેન્ગ્યૂ અને રોગચાળાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. શહેરની હોસ્પિટલમાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યાના આંકડા માંગનારા વિપક્ષના નેતા વશરામ સાગઠીયા અને અને સ્થાયી સમિતિના અધ્યક્ષ કાનગડ આમને સામને છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ઉદય કાનગડે જણાવ્યું હતું કે ‘વશરામ સાગઠિયાએ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે ૬ અરજીઓ મૂકી હતી તે મંજૂર ન થતાં વશરામ સાગઠિયા સિવિલ હોસ્પિટલમાં હોબાળો કરે છે. ‘ જ્યારે આ મામલે સાગઠિયાએ જણાવ્યું હતું કે ‘મારી પાસે દારૂની પરમિટ છે જ. આજે યોજાનારા બાર્ડ પહેલાં પાલિકાના સત્તાધીશો મને દબાવવા માટે વ્યÂક્તગત આક્ષેપ કરી રહ્યા છે. ‘
વશરામ સાગઠિયાએ જણાવ્યું, ‘મનપાએ ૧૩ હોસ્પિટલના આંકડા આપ્યા છે જેમાં ૨ મોત થયાં હોવાનું તંત્ર સ્વીકારે છે. આજે યોજનારા બાર્ડ પહેલાં દારૂની પરમિટના નામે મારા પર વ્યક્તિગત આક્ષેપ કરી મને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું કોઈથી દબાવાનો નથી, મારી પાસે જે આંકડા છે તે હું રજૂ કરીશ. જા ભાજપમાં તાકાત હોય તો ઉદય ભાઈ અને મેયર ત્રિકોણ બાગ આવે હું તેમની સાથે ચર્ચા કરીશ’
મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ‘વશરામ સાગઠિયા જે આંકડાની વાત કરી રહ્યા છે તે સિવિલ હોસ્પિટલના કેસની વાત છે તેમાં હું કઈ કહી નહીં શકું. રાજકોટમાં કાર્પારેશન દ્વારા ડેન્ગ્યૂને ડામવા માટે કામગીરી શરૂ છે. પાલિકાના તંત્ર દ્વારા દરેક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે ડેન્ગ્યૂના કેસ ઓછા નોંધાયા છે.