જામનગર ગ્રામ્ય અને લાલપુર મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રનું ખાનગી કરણ કરવાના વિરોધમા રેલી

જામનગર ગ્રામ્ય અને લાલપુર મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રનું ખાનગી કરણ કરવાના વિરોધમા રેલી
Spread the love

જામનગર, રાજ્ય સરકાર દ્વારા કાર્યરત સરકારી શાળાના ગરીબ વિધાર્થી માટે મધ્યાહન ભોજન યોજનાનું ખાનગી કરણ કરી અક્ષયપાત્ર નામની સ્વેચ્છી  સંસ્થાને આપી હાલના કર્મચારીઓની જે છેલ્લા ૩૬ વર્ષ થીં નજીવા વેતન થીં પોતાનું ગૂજારાન ચલાવી રહ્યા છે અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તાર મા વિધવા બહેનો તેમજ આર્થિક રીતે નબળા વર્ગના કર્મચારીઓ પોતાની પૂરક રોજગારી મેળવે છે.

ગુજરાત સરકાર દ્વરા  જામનગર મહાનગર પાલિકા સંચાલિત સરકારી પ્રા શાળા તથા જામનગર ગ્રામ્ય ના ૪૬ કેન્દ્રો તથા લાલપુર તાલુકા ના ૪૭ કેન્દ્રો નું ખાનગી કરણ કરી કરોડો રૂપિયાની કમાણી કરતી ગુજરાત બાહરની એનજીઓને સુપરત કરવાનો ઠરાવ થયેલ છે અને આ એનજીઓનું રસોડું પણ જામનગર પાસે આવેલ ઠેબા ચોકડી મહાપ્રભુજીની બેઠક પાસે ત્યા થય રહેલું છે તેના વિરોધમાં જામનગર જિલ્લાના તમામ મધ્યાહન ભોજનના કર્મચારી રજૂઆત રેલીના સ્વરૂપે તારીખ ૨૧/૧૦/૨૦૧૯ ને સોમવાર સમય બોપર ના ૩:૩૦ કલાકે ઓશવાળ સેન્ટર થીં જિલ્લા સેવા સદન -૧ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવનાર છે આ કાર્યકમ મા ગુજરાત મધ્યાહન ભોજન એકતામંચના પિયુષભાઈ વ્યાસ અને કિશોરભાઈ જોષીની આગેવાની મા રેલી કાઢવા નું આયોજન કરેલ છે.

રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!